મુખ્ય વિષયવસ્તુ પર જાઓ સાઇટમેપ
ફોન્ટ કદ
English ગુજરાતી લોગિન
તા.ક. / અતિ આવશ્યક

માનનીય કલેક્ટરશ્રીના માર્ગદર્શન અનુસાર તથા હવામાન વિભાગ દ્વારા આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ હોવાથી, વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને અમદાવાદ શહેરની તમામ સરકારી, અનુદાનિત તથા ખાનગી શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવે છે.

તેમ છતાં, તમામ શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફે સવારે નિયત સમય મુજબ શાળા/કોલેજ ખાતે ફરજ પર હાજર રહેવાનું રહેશે. હાજર રહીને APAAR ID, CTS, G-R સંબંધિત કામગીરી તેમજ અન્ય બાકી પેન્ડિંગ વહીવટી કામો પૂર્ણ કરવા તથા PARAKH અને આગામી શૈક્ષણિક સર્વેક્ષણોની તૈયારી કરવાની રહેશે.

જો હવામાનની પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તો સ્ટાફ અંગેની અલગથી સૂચના આપવામાં આવશે.

– જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ શહેર

જોડાણ ડાઉનલોડ કરો

← બધા સમાચાર